ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા તેણે જણાવ્યું કે તેના પતિ નાની-નાની બાબતોમાં ઝઘડો કરતા હોવાથી તે સતત માનસિક ત્રાસ અનુભવી રહી હતી. આ કારણે તે હતાશ થઈ ગઈ હતી.
પતિનું કાઉન્સેલિંગ કરતા તેમણે જણાવ્યું કે તેમના પ્રેમલગ્ન થયા છે અને તેમની પત્ની નવ મહિનાની સગર્ભા છે. તેઓ રાજકોટથી મોરબી દર્શન કરવા આવ્યા હતા અને પરત રાજકોટ જઈ રહ્યા હતા. રસ્તામાં પત્નીની તબિયત લથડતા પતિએ મોરબીમાં જ સારવાર લેવા જણાવ્યું, પરંતુ પત્નીએ રાજકોટ જઈ સારવાર લેવાની જીદ કરી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા પત્નીએ ચાલુ રિક્ષામાંથી કૂદી ઓવરબ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
181 ટીમે પીડિતાને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી. તેમણે પતિને પણ સમયસર સારવાર કરાવવા અને આ સ્થિતિમાં પત્નીનું ધ્યાન રાખી માનસિક ત્રાસ ન આપવા સમજાવ્યા. પતિએ પત્નીનું ધ્યાન રાખવાની ખાતરી આપી.
પીડિતાએ પણ રાજકોટ જવાની જીદ છોડી મોરબીમાં સારવાર લેવા અને ભવિષ્યમાં ક્યારેય આપઘાતનો વિચાર ન કરવા સંમતિ આપી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ બોલાવી પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. પીડિતાના પતિએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો.

