મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ ફારુકભાઈ મોટલાણીની ચૂંટણીના મનદુઃખ લઈને થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી એક સગીર સહીત 5 આરોપીઓ દ્વારા ફારુકભાઈના ઘર પાસે ધસી જઈ ઝઘડો કર્યો હતોં અને પિતા પુત્રને છરીના ઘા ઝીકી હત્યા કરી હતી. આ ઘટનામાં મૃતકના પત્ની રજીયાબેન ફારુકભાઈ મોટલાણીએ દાદુભાઈ ઉર્ફે દાદો ઉર્ફે રફીક તાજ મહમદ જેડા,આફતઅલી ઉર્ફેઅસગર ઉર્ફે અસો જાક્મભાઈ ભટ્ટી, જુસબ ઉર્ફે જુસો જાક્મભાઈ ભટ્ટી,આશીફ રહીમભાઈ સુમરા નામના શખ્સ તેમજ એક સગીર સામે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે બી ડીવીઝન પોલીસે તમામ આરોપીની અટકાયત કરી હતી અટકાયત કરાયેલા પાચ માંથી ચાર પુખ્તવયના આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા પોલીસ તપાસ બાદ ચાર્જસીટ ફાઈલ થતા કેસની ટ્રાયલ મોરબી એડી. ડિસ્ટ્રીક્ટ જજ કે આર પંડ્યાની કોર્ટમાં ચાલી રહી હતી
આ કેસમાં પોલીસ દ્વારા કેસ સબંધિત પુરાવા રજુ કરવામાં આવ્યા હતા જે સરકારી વકીલ વિજય સી જાની દ્વારા ફરીયાદી,પીએમ કરનાર તબીબ,તપાસ અધિકારી સહિત 15 સાક્ષીઓને રૂબરૂ તપાસવામાં અઆવ્યા હતા આં ઉપરાંત કેસ સબંધિત અલગ અલગ 53 જેટલા દસ્તાવેજી પુરાવા પણ રજુ કર્યા હતા સરકારી વકીલ દ્વારા રજુ કરાયેલ પુરાવા તેમજ સાક્ષીઓના નિવેદન આધારે એડી. ડિસ્ટ્રીક્ટ જજ કે આર પંડ્યાએ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી

