HomeGujarat“CGWB અમદાવાદ દ્વારા સિરામિક ઉદ્યોગકારો માટે ગ્રાઉન્ડ વોટર NOC અંગે જાગૃતિ અને...

“CGWB અમદાવાદ દ્વારા સિરામિક ઉદ્યોગકારો માટે ગ્રાઉન્ડ વોટર NOC અંગે જાગૃતિ અને ઇન્ટરએક્ટિવ સેશન યોજાયું”

મોરબી: આજે તા.07/02/2026ના રોજ એસોસિએશન હોલ ખાતે CGWB (Central Ground Water Board), WCR, અમદાવાદ તરફથી પધારેલા અધિકારીઓની હાજરીમાં જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં CGWBના પ્રાદેશિક નિયામક ડૉ. રતિકાંત નાયક, સાયન્ટિસ્ટ બિસ્વરૂપ મહાપાત્ર, સાયન્ટિસ્ટ સદ્દામ હુસૈન તેમજ STA પ્રબોધ કુમાર કુશ્વાહાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ ઇન્ટરએક્ટિવ સેશન દરમિયાન સિરામિક ઉદ્યોગકારોને ગ્રાઉન્ડ વોટર પરમિશન, NOC પ્રક્રિયા સહિતના મહત્વના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ ન કરતા હોવા છતાં જો શો-કોઝ નોટિસ આવી હોય તો તેને રદ કરવા માટે પોર્ટલ પર ડેટા ફીલ કરવાની પ્રક્રિયા, ગ્રાઉન્ડ વોટર માટે NOC કેવી રીતે મેળવવી, તેમજ NOC પેન્ડિંગ સ્થિતિમાં આગળ શું પગલાં લેવાં તે અંગે અધિકારીઓએ સ્પષ્ટ અને ઉપયોગી માહિતી ઓનલાઇન પોર્ટલ મારફતે આપી હતી.

આ ઉપયોગી માર્ગદર્શન બદલ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા હાજર અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિરામિક ઉદ્યોગકારોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આ જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટિવ સેશનને સફળ બનાવવા માટે સિરામિક એસોસિએશનના હોદ્દેદારો દ્વારા નોંધપાત્ર મહેનત અને આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW