મોરબી-માળિયા નેશનલ હાઈવે પર ગાળા ગામના પાટિયા નજીક GJ-12-BX-7399 નંબરના ટ્રક ચાલકે ટ્રક બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી રમેશભાઈ નરશીભાઈ રોઠોડના હીરો ડિલક્સ મોટરસાયકલ (નંબર GJ-36-AA-6133)ને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈકચાલક રમેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને પોલીસે ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

