મોરબી એસઓજી માંથી તાલુકા પોલીસ મથકમાં બદલી થયા બાદ ફરજ પર હાજર ન થનાર અને 219 દિવસ સુધી ફરજ પર હાજર ન થઇ ઉપરી અધિકારીને જાણ કર્યા વિના મનસ્વી રીતે ગેર હાજર રહેનાર પોલીસ કોન્સ્ટેબલ માણસુરભાઈ દેવદાન સામે ફરજમાં બેદરકારી દાખવવાના મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આરોપી કોન્સ્ટેબલ માણસુરભાઈ દેવદાન ભાઈની મોરબી એસઓજી માંથી મોરબી તાલુકા પોલીસ મથકમાં બદલી થઇ હતી બદલી વખતે તે શિક લીવ પર હતો અને બાદમાં તેને આમરણ બીટ પર ફરજ પર મુકવામાં આવ્યો હતો જોકે કોન્સ્ટેબલ ઉપરી અધિકારીઓને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ગત તા. 16 જૂન 2025થી સતત ફરજ પરથી ગેરહાજર રહેતા પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નિયમ મુજબ ફરજ પર હાજર થવા માટે કોન્સ્ટેબલને ત્રણ વખત નોટિસ પાઠવવામાં આવી હતી, છતાં પણ તેમણે ન તો કોઈ જવાબ આપ્યો હતો અને ન તો ફરજ પર હાજર રહ્યા હતા. આથી તેમની સામે ફરજમાં ગંભીર બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. ચારેલે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

