HomeGujaratમોરબીમાં બેઠાપુલ ઝૂપડપટ્ટીના લોકો વચ્ચેના ઝઘડામાં વૃદ્ધની હત્યા,૫ ઘાયલ

મોરબીમાં બેઠાપુલ ઝૂપડપટ્ટીના લોકો વચ્ચેના ઝઘડામાં વૃદ્ધની હત્યા,૫ ઘાયલ

મોરબીમાં ઉતરાયણ પર્વ નિમિતે સેવાભાવી લોકો દ્વારા બેઠા પુલ નજીક ઝૂપડ પટ્ટીમાં રહેતા લોકોને ભોજન આપવા ગયા હતા લોકો ભોજન આપી જતા રહ્યા બાદ ત્યાં રહેતા પરિવારો વચ્ચે માથાકૂટ થઇ હતી ઝઘડો ઉગ્ર બનતા એક બીજા પર હથીયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં ત્યાં રહી ફુગ્ગા વેચી પરિવારનું ગુજરાન ચલાવતા 60 વર્ષના વૃદ્ધ કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા ને તીક્ષ્ણ હથીયારના ઘા ઝીકી દેવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન કાસુભાઈનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો
મારામારીની અ ઘટનામાં  અજય રમેશભાઈ (ઉં.વ. 20), બંટી ડામોર (ઉં.વ. 30), અજય ખરેડી (ઉં.વ. 20), દીપુ ખરેડી (ઉં.વ. 40) અને અનુબેન (ઉં.વ. 22) નામની વ્યક્તિઓને ઈજા થઈ હતી. તેમને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા  ઘટનાની જાણ થતા બી ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW