HomeGujaratમોરબીમાં ઉતરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે જીવદયા કેન્દ્રની ટીમ 9 સ્થળે કાર્યરત...

મોરબીમાં ઉતરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે જીવદયા કેન્દ્રની ટીમ 9 સ્થળે કાર્યરત થઈ

મોરબીમાં વર્ષોથી અબોલ પશુ પક્ષીઓની અદ્યતન આધુનિક ટેકનોલોજી અને તબીબી સુવિધા સાથે વિનામૂલ્યે સેવા કરતા યુવાનોના કર્તવ્ય જીવદયા કેન્દ્રના ઉપક્રમે આજે ઉતરાયણ પર્વ ઉપર આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગની કાંતિલ દોરીથી ઘાયલ થાય તો તેની સારવાર માટે 100 કાર્યકર્તાઓ અને 10 ડોકટરોની ટીમને સાધન સુવિધા સાથે ખડેપગે રાખવામાં આવી છે.

 

જેમાં મોરબીના 9 સ્થળે ઘાયલ પક્ષીઓ માટેના કલેક્શન સેન્ટર શરૂ કરી ,આ પક્ષીઓને નક્કી કરેલા બે સારવાર કેન્દ્રોમાં લઈ જઈને યોગ્ય ચિકિત્સા કરાશે. જો કે ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન જાહેર કરાઇ છે. કાતિલ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવદયા કેન્દ્ર મેદાનમાં આવ્યું છે અને શહેરની રવાપર ચોકડી, અવની ચોકડી, સુપર માર્કેટ સામે, નજરબાગ સ્ટેશન પાસે, નાની કેનાલ રોડ નાકે, નવલખી રોડ , સેન્ટ મેરી સ્કૂલ પાસે કલેક્શન સેન્ટર એટલે આ સ્થળે ઘાયલ પક્ષીઓને એકત્ર કરી નક્કી કરેલા બે સ્થળોએ સારવાર કેન્દ્રોમાં ઘાયલ પક્ષીની સારવાર કરાશે.જેમાં તા. 14 અને 15 જાન્યુઆરીએ રવાપર રોડ પર પટેલ મેડિકલ સામે તથા તા.14 જાન્યુઆરીએ મહારાણા પ્રતાપ સર્કલ પાસે સારવાર કેન્દ્ર અને કલેક્શન સેન્ટરમાં કુલ 100 કાર્યકર્તાઓ અને 10 ડોક્ટરની ટીમ ઘાયલ પક્ષીઓની સારવાર માટે તૈનાત રહેશે. આથી ઘાયલ પક્ષી દેખાય તો હેલ્પલાઇન નંબર મો.7574868886 તથા મો.7574885747 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ તમામ કર્મચારીઓને રજાના દિવસોમાં પણ કરુણા અભિયાનમાં દરેક કર્મચારીઓને અલગ અલગ કેન્દ્રો પર ફરજ સોંપવામાં આવી છે.

 

 

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW