HomeGujaratકડકડતી ઠંડીમાં પરહીતકર્મ ગ્રુપની માનવસેવા: નવ દિવસ શીરો વિતરણ બાદ 111થી વધુ...

કડકડતી ઠંડીમાં પરહીતકર્મ ગ્રુપની માનવસેવા: નવ દિવસ શીરો વિતરણ બાદ 111થી વધુ બાળકોને ચંપલ આપી પ્રેરણાદાયક પહેલ

પરહીતકર્મ ગ્રુપ દ્વારા કડકડતી ઠંડીના દિવસોમાં સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. છેલ્લા નવ દિવસથી પરહીતકર્મ ગ્રુપના સભ્યો દ્વારા નાના બાળકોને રોજ ગરમાગરમ શીરો ખવડાવવામાં આવી રહ્યો હતો, જેના કારણે બાળકોને ઠંડીથી રાહત મળી હતી.

આ સેવા અભિયાનના અંતર્ગત આજે શનિવારના રોજ પરહીતકર્મ ગ્રુપના સભ્યો દ્વારા હાઈવે વિસ્તારમાં આવેલી વિવિધ જગ્યાઓ પર જઈ 111થી વધુ જરૂરિયાતમંદ નાના બાળકોને ચંપલ વિતરણ કરવામાં આવ્યા હતા. ઠંડીના સમયમાં બાળકોના પગ સુરક્ષિત રહે અને તેમને કોઈ તકલીફ ન પડે તે હેતુસર આ માનવતા ભર્યું કાર્ય કરવામાં આવ્યું હતું.

પરહીતકર્મ ગ્રુપની આ પ્રેરણાદાયક પહેલને લોકોમાં પ્રશંસા મળી રહી છે. સાથે સાથે ગ્રુપના સભ્યોએ સમાજના અન્ય લોકો તથા પરિવારના શુભ પ્રસંગોમાં આવી માનવસેવાની પ્રવૃત્તિઓ કરવા માટે અપીલ કરી હતી, જેથી વધુને વધુ જરૂરિયાતમંદોને મદદ મળી શકે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW