HomeGujaratમોરબીમાં લાંબા સમયથી વેરો ન ભરનાર 49 મિલકત ધારકોને વોરંટ ઈશ્યુ કરતી...

મોરબીમાં લાંબા સમયથી વેરો ન ભરનાર 49 મિલકત ધારકોને વોરંટ ઈશ્યુ કરતી મહાનગર પાલિકા

મોરબી મહાનગર પાલિકા બન્યા બાદથી વેરા ઉઘરાણી કાર્યવાહી ઝડપી અને કડક બની છે મનપા દ્વારા મિલકત ધારકોને નોટીસ ફટકારવા તેની ઉઘરાણી માટે મિલકત સીલ કરવા સુધીના એક્શન લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ જે આસામીઓ વેરો ભરપાઈ કરવા માંગે છે પણ મહાનગર પાલિકા સુધી ધક્કા ખાવા નથી માગતા તેમના માટે ઓનલાઈન એપ્લીકેશન વેબસાઈટની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ ઉપરાંત એક વર્ષ દરમિયાન વિવિધ વીસ્તારમ સફાઈ ,ડ્રેનેજ,સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક જરૂરીયાતની ફરિયાદ ના ઝડપી નિવારણ થવાના કારણે લોકો વેરો ભરવામાં પણ આગળ આવી રહ્યા છે

મોરબી મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2025-26ના નાણાકીય વર્ષના ૯ મહિના દરમિયાન કુલ જુના સીટી વિસ્તારમાંથી 20,83,08,769 વેરો વસુલ કર્યો છે તો નવી ભળેલી પંચાયતમાં પણ વેરા બાબતે આવેલી જાગૃતિના કારણે ત્યાં પણ 1 કરોડ 99 લાખ 61 હજાર જેટલી માતબર રકમની વસુલાત થઇ છે આ સાથે મહાનગર પાલિકાને પ્રોફેશનલ ટેક્સ માંથી પણ અંદાજીત 2 કરોડ 40 લાખ  જેટલી માતબર રકમની વસૂલાત થઇ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW