હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામમાં રહેતા જયેશભાઈ દેવજીભાઈ પરમાર નામના યુવાનનું ગત તા. 06/01/2026ના રોજ રાત્રિના સમયે માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું હતું. યુવાન તેની જીઆરડીની નોકરી પુરી કરીને પોતાનું હવાલાવાળું બાઈક નં. GJ-36-BA-2468 લઈને ઘરે જઈ રહ્યો હોય તે દરમિયાન માર્ગ પર અચાનક ભટકતા આંખલા (ખુટીયા) સાથે અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર હાલતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે હળવદ પોલીસે એડી નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

