HomeGujaratમોરબી જીલ્લા તેમજ ગુજરાત ભરમાં ભુકંપ કે પુરમાં દસ્તાવેજ ગુમાવનાર લોકોના નામ...

મોરબી જીલ્લા તેમજ ગુજરાત ભરમાં ભુકંપ કે પુરમાં દસ્તાવેજ ગુમાવનાર લોકોના નામ મતદાર યાદીમાં ચડાવવા રજુઆત

મોરબી જીલ્લામાં તેમજ ગુજરાત ભરમાં ભૂકંપમાં તેમજ પૂરગ્રસ્ત વિસ્તારના લોકોના પુરાવાઓ નાશ પામેલ હોય તેઓના નામ મતદારયાદીમાં ચઢાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા બાબતે જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાંતિલાલ ડી. બાવરવાની મુખ્ય ઈલેક્શન કમીશનને રજુઆત કરી માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે, મોરબી જીલ્લામાં 1979માં આવેલ પુર તેમજ 2001 માં આવેલ ભૂકંપમાં ઘણા લોકોના પોતાના જન્મના તેમજ અન્ય પુરાવાઓ નાશ પામેલ છે. જેથી આવા લોકો પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો આવા લોકો માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી ને તેઓના નામ મતદાર યાદીમાં દાખલ થઇ શકે તે માટે યોગ્ય કરવા રજૂઆત કરી છે. તેમજ આવી પરિસ્થિતિ ગુજરાતના અન્ય વિસ્તારમાં પણ ઉદભવેલ છે, તો ગુજરાત ભરમાં આ માટે યોગ્ય કરવા માંગ કરાઈ છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW