HomeGujaratભાવનગરમાં 5 બૂટલેગરના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે...

ભાવનગરમાં 5 બૂટલેગરના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી

ભાવનગરમાં થર્ટી ફર્સ્ટે જ બૂટલેગરનાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યાં છે. શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ, જેવી કે પ્રોહિબિશન અને શરીર સંબંધના ગુનાનાં અસામાજિક તત્ત્વોનાં મકાનોના ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં એક મહિલા સહિત 5 આરોપીનાં રહેણાક મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. મફતનગર, સિંધુનગરમાં સિટી DySP સહિત 150થી વધુ પોલીસ જવાન અને 4 JCB સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. તંત્રની કામગીરીથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ 5 આરોપી ધવલ શંભુ મકવાણા- મકાનનું ડિમોલિશન, શરીર સંબંધ ગુનો, શ્રમજીવી અખાડા પાસે મફતનગર, રાહુલ ઉર્ફે રોબટ રાજેશભાઇ ગોહિલ-મકાનનું ડિમોલિશન, શરીર સંબંધ ગુનો, રજપૂતવાળા સુભાષનગર, ગીતાબેન દિનેશભાઇ મતનાણી- મકાનનું ડિમોલિશન, પ્રોહિબિશન ગુનો, સિંધુનગર મફતનગર, રમેશ ઉર્ફે બાદશાહ તળશીભાઈ ગોહિલ- મકાનનું ડિમોલિશન, શરીર સંબંધ ગુનો, સ્ટીલ કાષ્ટ પાસે, મફતનગર અને નીતિન ઉર્ફે કાળું રમેશભાઈ તળશીભાઈ ગોહિલ- મકાનનું ડિમોલિશન, શરીર સંબંધ ગુનો, સ્ટીલ કાષ્ટ પાસે, મફતનગરવાળાની ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હતું.

આ અંગે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે, આજરોજ ભાવનગર શહેરમાં પાંચ આરોપી, જે પ્રોહીબિશન અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા છે અને જેના ઉપર ઘણા બધા ગુના નોંધાયેલા છે, એવા રીઢા ગુનેહગારોની ગેરકાયદેસર મિલકત આઇડેન્ટિફાય કરી અને ભાવનગર મહાનગરપાલિકાને સાથે રાખીને કાયદેસર પ્રોસેસ ફોલો કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાંચ આરોપીની ગેરકાયદેસર મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ બધી મિલકતો ભાવનગર શહેરના મફતનગર, સિંધુનગર જેવા વિસ્તારોમાં હતી. કુલ જમીન 450 ચોરસ મીટર છે, અને તેની વેલ્યુ અંદાજિત 50 લાખ જેટલી થાય છે. સાથે વધુમાં જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં જે પણ રીઢા ગુનેગારો છે, ડ્રગ્સ હોય, પ્રોહીબિશન હોય કે શરીર સંબંધી ગુનો હોય, બધાની જે ગેરકાયદેસર મિલકત હોય તો તેને આઇડેન્ટીફાય કરીને કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે સિટી DYSP આર.આર.સિંઘાલએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તાર, મફતનગર વિસ્તાર તથા સુભાષનગર વિસ્તારમાં બુટલેગર તથા શરીર સંબંધીત ગુના કરેલા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણના ડિમોલિશનની ડ્રાઈવ અનુસંધાને આજે(31 ડિસેમ્બર) SP નિતેશ પાંડેની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવી છે. શહેરના સિંધુનગર વિસ્તારમાં રહેતા ગીતાબેન પ્રોહીબીશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમનું મકાન ગેરકાયદેસર હતું તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW