મોરબી તાલુકાના નીચી માંડલ ગામનીસ સીમમાંથી નીકળતી નર્મદા કેનાલમાં સોમવારના સવારે આઠ વર્ષનું બાળક ડૂબી ગયું છે. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકની શોધખોળ શરૂ કરી છે. મોરબી-હળવદ હાઈવે રોડ પર આવેલા નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં બાળક ડૂબી ગયું હતું. જે અંગેની જાણ ત્યાંથી પસાર થતા એક વ્યક્તિને થતા ગામના સરપંચને જણાવતા . ગામના સરપંચ દ્વારા તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા, ફાયરની ટીમ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ કેનાલના પાણીમાં ડૂબી ગયેલા બાળકની શોધખોળ ચાલી રહી છે. અંદાજે આઠ વર્ષના બાળકને શોધવા માટે ફાયર વિભાગ દ્વારા સઘન કવાયત હાથ ધરવામાં આવી છે.

