માળિયા તાલુકાના ખીરઈ ગામમાં રહેતા એક ખેત મજૂરે તેની પત્નીના અવસાન બાદથી દુ:ખી થઇ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જોકે સારવાર કારગત ન નીવડતા તેનું મોત નીપજ્યું હતું,
માળિયા તાલુકાના ખીરાઈ ગામમાં રહી મજુરી કામ કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા માં આવતા થડગામના વતની મુકેશભાઇ ગુમીયાભાઇ નાયકની પત્નીનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું પત્નીના અવસાન બાદથી યુવક દુઃખી રહેતો અને ગુમસુમ રહેતા મુકેશે ગત તા 26 ના વહેલી સવારે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં ખસેડાયો સારવાર દરમિયાન તેનું મોત થયું હતું બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

