HomeGujaratટંકારાના બંગાવડી ગામે જમીનના મનદુઃખ મામલે મહિલાને બે શખ્સોએ જાનથી મારી નાખવાની...

ટંકારાના બંગાવડી ગામે જમીનના મનદુઃખ મામલે મહિલાને બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી

ટંકારાના બંગાવડી ગામમાં રહેતા કંચનબેન પ્રફુલ્લભાઈ દેત્રોજા દ્વારા ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના જ ગામના હરેશભાઈ પરસોત્તમભાઈ દેત્રોજા તથા મુકતાબેન હરેશભાઈ દેત્રોજા સાથે વ્યક્તિગત મનદુખ ચાલી રહ્યું હતું.

ફરિયાદીનો આક્ષેપ છે કે, હરેશભાઈનો તેમની બહેનો સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં તેમની બહેનો ફરિયાદીના ઘરે આવતાં-જતાં હોવાથી આરોપીઓને આ બાબત ખટકતી હતી. ઉપરાંત બંગાવડી ગામે ફરિયાદીની જમીન બાબતે પણ મનદુખ હોવાના કારણે આરોપીઓએ ફરિયાદી તથા તેમના સાથીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW