મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એ પાર્ટ ગુ.ર.નં.1209/2023 ઇ.પી.કો.કલમ 420, 465, 467, 468,471 તથા આઇ.ટી. એકટ 66-સી,66-ડી મુજબ રજીસ્ટર થયેલ હતો. જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીના નામે બનાવટી ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબરનો ઉપયોગ કરી ભારત સરકારના આઇસગેટ પોર્ટલ પર ખોટી રીતે યુઝર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ ખોટી વિગતો મારફતે સરકારની આઇસગેટ યોજના અંતર્ગત મળેલ રોડટેપ સ્ક્રિપ નંબર 29, જેની કિંમત રૂ. 71,45,616 થાય છે, તેની છેતરપિંડી કરવામાં આવી હતી.
આ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોરબી ખાતે સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ ઇન્સપેક્ટરે અલગ-અલગ રાજ્યોમાં તપાસ કરી કુલ રૂ. 41,81,680ની રકમ ગુનાના કામે રિકવર કરી હતી. નામદાર કોર્ટના આદેશ અનુસાર આ રિકવર કરેલી રકમ આજે “તેરા તુજકો અર્પણ” યોજના હેઠળ ફરિયાદીને પરત સોંપવામાં આવી છે.

