HomeGujaratમોરબીમાં એજન્સી આપવાના બહાને યુવાન સાથે ₹3.68 લાખની છેતરપિંડી

મોરબીમાં એજન્સી આપવાના બહાને યુવાન સાથે ₹3.68 લાખની છેતરપિંડી

મોરબીમાં ઓનલાઈન ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા હર્ષદભાઈ રતીલાલભાઈ કંઝારીયા નામના યુવાનને સાયબર ઠગોએ પોતાનો શિકાર બનાવ્યો છે. ઠગોએ ‘બિર્લા કલર’ની એજન્સી અપાવવાના બહાને ઈ-મેઈલ અને મોબાઈલ દ્વારા સંપર્ક કરી હર્ષદભાઈનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂ. 3,68,500 પડાવી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા યુવાને મોરબી એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW