હળવદ તાલુકાના જુના દેવળિયા ગામમાં વર્ષ 2014માં યુવતીને ભગાડી જવાનો ઈરાદો સફળ ન થતા રાજેશ ઉર્ફે મુન્નો મનજીભાઈ પટેલ અને સુધીરભાઈ પટેલ નામના બે શખ્સ દ્વારા તેનો ખાર રાખી એક યુવતીના પિતા લક્ષ્મણભાઈ મગનભાઈ મોરવાડીયાની આંખમાં મરચું છાટીતેમના પર જીવલેણ હુમલો કર્યો હતો જોકે આ દરમિયાન લક્ષ્મણભાઈ ના ભાઈ વચ્ચે પડતા આરોપી રાજેશ અને સુધીરે તેને પણ ગંભીર ઈજા પહોચાડતા ભરતભાઈ મગનભાઈનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ બાદ મૃતકના ભાભીએ રંજનબેન લક્ષ્મણભાઈe હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જે બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી જેલ હવાલે કર્યા બાદ કેસની તપાસ પૂર્ણ કરી ચાર્જસીટ ફાઈલ કરતા કેસ મોરબી સેસન્સ કોર્ટમાં તે કેસ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ વિજય સી જાની દ્વારા ફરીયાદી વતી તેમની દલીલો રજુ કરી હતી કેસ લગતા પુરાવાઓ અને સાક્ષીઓને તપસ્યા હતા બન્ને પક્ષની રજુ થયેલી દલીલ પોલીસે કેસમાં રજુ કરેલા પુરાવા તેમજ સાક્ષીઓના નિવેદન આધારે પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ પી વી શ્રીવાસ્તવ દ્વારા આરોપીને કસૂરવાર ઠેરવ્યા હતા અને બન્નેને આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ રૂ 5000 નો દંડ ફટકાર્યો હતો

