HomeGujaratમ્યુલ એકાઉન્ટ થી સાયબર ક્રાઈમમાં વધુ 6 આરોપીની સંડોવણી ખુલતા પાંચમો ગુનો...

મ્યુલ એકાઉન્ટ થી સાયબર ક્રાઈમમાં વધુ 6 આરોપીની સંડોવણી ખુલતા પાંચમો ગુનો દાખલ 5ની ધરપકડ

મોરબી સાયબર ક્રાઈમ પોલીસે મ્યુલ એકાઉન્ટ થકી ઓનલાઈન ફ્રોડના  રૂપિયા કમીશનથી  પોતાના ખાતામાં જમા લઇ તે રૂપિયા બેકમાં ઉપાડી સાયબર ફ્રોડની ચેનલ ચલાવનાર ગેંગનો ભાંડો ફોડ્યો હતા અને મોરબી સીટી બી ડીવીઝન અને સીટી ડીવીઝનમા એમ કુલ 15 આરોપીઓ વિરુદ્ધ્દ 4 ફરિયાદ નોધી હતી જેમાંથી  6 સભ્યોની ધરપકડ કરી હતી આ કૌભાંડમાં સાયબર ક્રાઈમ પોલીસે વધુ એક ગુન્હો પોતાના પોલીસ મથકમાં દાખલ કરાવ્યો છે જેમાં મોરબીના યશ મહેશભાઇ વાધડીયા, કમલ જયેશભાઇ રાણપરા , દિપકદાસ કાન્તીદાસ વૈષ્ણવ , દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, આયુષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા,વિરલ હિમંતભાઇ ઇસલાણીયા વિરુદ્ધ મ્યુલ એકાઉન્ટથી શંકાસ્પદ ટ્રાન્જેકશનથી જમા થયેલ નાણા સગેવગે કરી આર્થિક લાભ મેળવેલ હોય તમામ આરોપીઓએ સાયબર ફ્રોડ કરવા સારૂ સીન્ડીકેટ ચેનલ બનાવી સંગઠીત અપરાધ કરવા સારૂ ગુન્હાહીત કાવતરૂ રચી અલગ અલગ રાજયોના અલગ અલગ વ્યકિતઓ સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા પોતાના આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી નં (૧) થી (૪) ના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી તથા એ.ટી.એમ.થી વિડ્રો કર્યા હોવાનું સામે આવતા તેમના વિરુદ્ધ BNS ક ૧૧૧(૨)(બી) ૩૧૬(૫),૩૧૮(૪),૬૧(૨), ૩૧૭(૨) મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW