HomeGujaratમોરબી તાલુકા પંચાયતમાં બેઠકની રચના જાહેર,10 ગામ મનપામાં ભળતા હવે 22 બેઠક...

મોરબી તાલુકા પંચાયતમાં બેઠકની રચના જાહેર,10 ગામ મનપામાં ભળતા હવે 22 બેઠક રહેશે

મોરબી મહાનગરપાલિકા બનતા શહેરના 10 કિમી એરિયામાં આવેલી ગ્રામ પંચાયતનો મહાનગરમાં સમવેશ થતા આ વિસ્તારની તાલુકા પંચાયત બેઠક પણ સમાપ્ત થઇ ચૂકી છે અને હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તૈયારી તેજ કરી છે અને અલગ અલગ તાલુકા પંચાયતની નવી બેઠકના સીમાંકન જાહેર થયા છે મોરબી તાલુકા પંચાયતમાં હાલ સુધી 26 બેઠક અસ્તિત્વમાં હતી જોકે નવું સીમાંકન જાહેર થતા આગામી ચૂંટણી દરમિયાન માત્ર 22 બેઠક જ અસ્તિત્વમાં રહેશે જોકે આ 22 બેઠકમાં પણ અમુક બેઠકના નામ બદલાયા છે

રદ થયેલી બેઠક તેમજ નવી જાહેર થયેલ તાલુકા પંચાયત બેઠકની સ્થિતિ જોઈએ તો ભડિયાદ,મહેન્દ્રનગર1 અને 2 ,નાની વાવડી,રવાપર 1 અને 2 શકત શનાળા ત્રાજપર 1 અને 2 આ બેઠક મનપામાં ભળી જતા રદ થઈ છે આ ઉપરાંત સાદુંળકા બેઠક પણ રદ કરવામાં આવી છે જેની સામે બેલા આમરણ લાલપર ઘુનડા (સજનપર) લક્ષ્મી નગર નીચી માંડલ રાજપર અને વનાળીયા બેઠક અસ્તિત્વમાં આવી છે

અનામત બેઠકની સ્થિતિ જોઈએ તો જાંબુડિયા બેઠક અનુ.જાતિ સ્ત્રી માટે જયારે મકનસર અનુ.જાતિ સામાન્ય ,લાલપર બેઠક અનુ જન જાતિ માટે આમરણ ઓબીસી મહિલા આમરણ બગથળા અને બેલા માટે જયારે ગાળા ઘુનડા ઘૂટું વગેરે બેઠક ઓબીસી માટે અનામત જાહેર કરાઈ છે જેતપર ખાનપર જુના નાગડાવાસ,ખાખરાળા ખરેડા લક્ષ્મીનગર અને મોડપર મહિલા માટે અનામત જાહેર કરી છે   જયારે માંડલ પંચાસર પાનેલી પીપળી રાજપર અને વનાળીયા ને સમાન્ય બેઠક જાહેર કરાઈ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW