HomeGujaratમોરબી જિલ્લા યુવા કોંગ્રેસના નવા ચૂંટાયેલ હોદેદારોનો અભિવાદન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના નવા ચૂંટાયેલ હોદેદારોનો અભિવાદન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ અને તમામ વિધાનસભા બેઠકો માટે યુથ કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વિજેતા થયેલા હોદ્દેદારોનો અભિવાદન સમારોહ મોરબીના શનાળા રોડ પર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો હતો. આ સમારોહમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલીયા, મહેશ રાજકોટિયા, દીપક પરમાર, અલ્પેશ કોઠીયા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નવનિયુક્ત યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમ પીપરવાડિયા (મંસુરી) અને તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં મોરબી જિલ્લામાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે.

મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે વસીમ પીપરવાડિયા (મંસુરી) ચૂંટાઈ આવ્યા છે. મોરબી-માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે રાજ ખાંભરા, ટંકારા-પડધરી વિધાનસભાના પ્રમુખ પદે મિલન સોરીયા, વાંકાનેર વિધાનસભાના પ્રમુખ પદે આબીદ ગઢવારા અને હળવદ વિધાનસભાના પ્રમુખ પદે જીગ્નેશ પીપરીયાની વરણી થઈ છે.

આ ઉપરાંત, મોરબી શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ પદે ચિંતન રાજ્યગુરુ, માળિયા શહેરના પ્રમુખ પદે શાહિદ જામ, ટંકારા શહેરના પ્રમુખ પદે રવિ ઘોડાસરા અને વાંકાનેર શહેરના પ્રમુખ પદે શાકિબ શેરશિયા ચૂંટાયા છે. મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદે કુલદીપસિંહ જાડેજા, જ્યારે મહામંત્રી પદે મકબૂલ માથકિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ઇકબાલ સંઘવાણી અને ઇમરાન કડીવારની નિમણૂક કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW