મોરબીમાં આજથી 7 વર્ષ પહેલા એક મહિલા પર બે શખ્સ દ્વારા તલવાર પર જીવલેણ હુમલો કર્યો હતો જે બાદ મહિલાએ આરોપીઓ વિરુદ્ધ જે તે સમયે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જે ઘટનામાં આજે મોરબી કોર્ટમાં બન્ને આરોપી દોષિત સાબિત થયા હતા ડીસ્ટ્રીકટ જજે બન્ને આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદ અને બન્ને 31 -31 હજાર નો દંડ ફટકાર્યો હતો જયારે ભોગ બનનાર મહિલાને 50 હજારનું વળતર ચુકવવા પણ આદેશ કર્યો હતો.
મોરબીમાં ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રેશ્માબેન ગીરીશભાઈ વિડજા નામની મહિલા ૨૦૧૭ માં બી ડીવીઝન પોલીસ મથકમાં ભીખા રૂપા પરમાર અને અશોક રૂપા પરમાર નામે ફરિયાદ નોધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભીખાભાઈની પત્ની કાંતાબેનને પતિ સાથે અણ બનાવ રેશમાબેન સાથે રહેવા આવી ગઈ હતી અને તે વાતનું મનદુઃખ રાખી રેશ્માબેન તેના એકટીવા પર તેના જતી હતી ત્યારે આરોપીઓએ તલવાર વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી. આ બનાવમાં ફરિયાદ આધારે પોલીસે જે તે સમયે બન્ને આરોપીને ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા તપાસ બાદ ચાર્જ સીટ ફાઈલ થા કેસ મોરબી કોર્ટમાં ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ વિજય સી જાની દ્વારા પોલીસે કેસમાં એફ આઇં આર નકલ, તબીબના રીપોર્ટ પોલીસના તપાસ રીપોર્ટ સહિતના દસ્તાવેજ તેમજ સાક્ષીઓના મૌખિક પુરાવા તપાસી હતી બન્ને પક્ષની દલીલ અને પુરાવા આધારે આરોપીઓને ગુનેગાર સાબિત કર્યા હતા
મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ પી વી શ્રીવાસ્તવે આ કેસમાં બન્ને આરોપીને ગુનેગાર ઠેરવી 10 વર્ષની કેદ ફટકારી હતી એમજ 31-31 હજારનો દંડ ફટકાર્યો હતો જયારે ભોગ બનનાર મહિલાને રૂ 50 હજારનું વળતર ચુકવવા પણ આદેશ કર્યો હતો


