મોરબી તાલુકાના ઝીકીયારી ગામમાં રહેતા અને ખેતી કરતા જયંતીભાઈ શંકરભાઈ બાવરવા નામના ખેડૂતની ઝીકીયારી ગામની હદમાં સર્વે નં.૧૦૨ પૈકી ૨માં ખેતીની જમીન આવેલી હોય અને આ ખેતરમાં અવર જવર માટેનો ગાડા મારગ ભુદરભાઇ ત્રિભોવનભાઇ બાવરવા જમીન સર્વે નં.૧૦૨ પૈકી ૧ માંથી પસાર થતો હોવા છતાં આરોપી પિતા પુત્ર ચાલવા દેતા ન હોઇ અને બન્ને વચ્ચે તકરાર થતા જયંતીભાઈ મોરબી તાલુકા મામલતદાર સમક્ષ મામ.કોર્ટ કેશ નં.૦૬/૨૦૨૧ કેશ કરતા મોરબી તાલુકા મામલતદાર દ્વારા તા.૨૧/૦૬/૨૦૨૧ ના રોજ ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર, સાતી, સંચ ,ગાડા વિગેરેની અવર જવર કરી શકે તેટલો મારગ ખુલ્લો કરવા અને રસ્તાની જગ્યામાં કોઇપણ રીતે અવરોધ, અંતરાય કે અટકાયત ઉભી ન કરવા માટે કાયમી હુકમ કરેલ હોવા આ આરોપી ભુદરભાઇ ત્રિભોવનભાઇ બાવરવા અને તેનો પુત્ઓર ભાવેશભાઈ ભુદરભાઈ ગત તા.૧૫/૧૧/૨૦૨૫ થી ફરીયાદીને અવર જવર કરવા દેતા ન હોઇ મામલતદાર મોરબી તાલુકાના હુકમનું પાલન ન કરતા અંતે મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ માટે હુકમ કરતા જયંતીભાઈએ પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોધાવતા મોરબી તાલુકા પોલીસે BNS કલમ ૨૨૩ મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી


