ગત વર્ષે પ્રથમ બે સપ્તાહ સુધીમાં 1800 હેકટર કરતા વધુ વિસ્તાર નું થયું હતું વાવેતર.
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું પાક તૈયાર થયેલો પડયો હતો ખેડૂતો તેની ચાર મહિનાની મહેનત નજર સામે કમોસમી વરસાદે ધોઇ નાખી છે સરકાર જ્યારે વળતર આપે ત્યારે પણ હાલ ધરતીપુત્રો માટે સ્થિતિ અત્યંત કઠણાઈ ભરી છે કારણ કે એક તરફ આ વરસાદે ચોમાસું પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું હવે તેની અસર શિયાળુ પાક પર પણ જોવા મળી રહી છે કારણ કે મોરબી જિલ્લામાં ઓક્ટોબર – નવેમ્બરના કમોસમી વરસાદ ને પગલે હાલ જમીનમાં બિયારણને અંકુરીત થવા જેટલો ભેજ તેના કરતા વધુ ભેજ હોવાથી હાલ શિયાળુ પાક નું વાવેતર થઈ શકે તેમ નથી ખેતરમાં બે પાક વચ્ચે ખેડૂતો સામાન્ય રીતે 15 થી 20 દિવસનું અંતર રાખતા હોય છે અને જ્યારે જમીને પૂરતો સૂર્ય પ્રકાશ મળતા વાવણી માટે અનુકૂળ થઈ જાય છે.
સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાના પ્રથમ પખવાડિયામાં વરસાદ વિરામ લઈ લેતો હોય છે. બાદમાં ખેડૂતો પાક ઉતારી લે છે ખાસ કરીને ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતોનો દિવાળી પહેલા પાક લેવાયો હોવાથી દિવાળી બાદ રવિ પાકનું વાવેતર શરૂ કરે છે જોકે ચાલુ વર્ષે શિયાળુ પાકનું વાવેતર લગભગ 15 દિવસ જેટલું પાછળ ઠલવાયું છે. સામાન્ય રીતે નવેમ્બરના બીજા સપ્તાહમાં વાવણી શરૂ થઈ જતી હોય છે ગત વર્ષે 2024ના વર્ષમાં 20 નવેમ્બર સુધીમાં લગભગ 1800 હેક્ટરમાં વાવેતર ઘઉં ચણા જીરું સહિતના પાકની વાવણી થઈ ગઈ હતી એ પહેલા 2023માં આ આંકડો 2500 હેક્ટર સુધીનો હતો.જોકે આ વર્ષે નવેમ્બરના 10 દિવસ વીતવા છતાં હજુ ખેડૂતો ચોમાસુ પાકની વાવણી કરી શકે તેવી સ્થિતિ બની નથી તેમજ જ્યાં વાવણી થઈ શકે તેવી સ્થિતિ છે ત્યાં ચોમાસુ પાકમાં થયેલી નુકશાની બાદ ખેડૂત વ્હેલી તકે સહાય મળે તેવી પણ આશા સેવી રહ્યા છે આવી સ્થિતિમાં ચાલુ વર્ષે શિયાળુ પાક નું વાવેતર છેલ્લા 2 વર્ષની સરખામણીમાં લગભગ 15 દિવસ મોડુ થાય તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.

