HomeGujaratમોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતી મહોત્સવમાં 3 અને 4 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતી મહોત્સવમાં 3 અને 4 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહેશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 3 અને 4 નવેમ્બરના રોજ મોરબી જિલ્લામાં દાદા ભગવાનની જન્મ જયંતી મહોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. ત્યારે મોરબી જિલ્લાની તેમની મુલાકાત સંદર્ભે ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં 3 થી 9 નવેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે તેમની મુલાકાત સંદર્ભે સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવા સ્થળ મુલાકાત  કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ઉમંગ પટેલ, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવા, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રોહિત પ્રજાપતિ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW