જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા તા.15 ને બુધવારના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ પાસે, મોરબી. નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ જયશ્રીબેન વાઘેલા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે એક સેવાકીય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કેમ્પમાં ડાયાબિટીસ તથા બી.પી.નું નિદાન નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું . બીપી અને ડાયાબીટીસનું નિદાન યોગીકૃપા કલીનીક ના ડૉ. ચાર્મીબેન આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ જયશ્રીબેનના પરિવાર તરફથી ૩ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી.
તેમજ તાવ, શરદી, ઉધરસ ચેક કરી આપવામાં આવ્યું હતું, તેમજ દર્દીને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું
જયસુખભાઈ ભાલોડીયાના સૌજન્યથી હાથ પગ, કમર, સાંધાના દુઃખાવા તેમજ વાના દર્દીને પોઈન્ટ આપી ફ્રી સારવાર આપવામાં આવી હતી તેમજ આવાસ પ્રધાનમંત્રી યોજના ના સરકારી દવાખાના ના ડૉક્ટર હીમાંશુભાઈ રાંકજા દ્વારા દર્દીઓ ને ફ્રી ચેકઅપ કરી આપવામાં આવ્યુ હતું તેમજ દેવયાની બહેને હેલ્પર તરીકે સેવા આપી હતી.
આ કેમ્પ માં ટ્રસ્ટ ના ઉપપ્રમુખ કપિલભાઈ રાઠોડ,ખજાનચી સાગરભાઈ વાઘેલા, ટ્રસ્ટીઓ જયશ્રીબેન રાઠોડ, આરતીબેન રત્નાની, દીપકભાઈ પરમાર,તેમજ જાગાસ્વામી મિત્ર મંડળ ના પ્રમુખ ઇશ્વરભાઈ રાઠોડ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી ટ્રસ્ટ થકી એક સંદેશો આપવા માંગીએ છીએ કે કોઈ પણ ની લગ્નતિથી, જન્મતિથિ કે મરણ તિથિ કે કોઈ પણ સારા નરસા પ્રસંગે આવા કેમ્પ નું આયોજન કરો અને સેવા ના આવા કાર્યો માં તમે લોકો પણ સહભાગી થાવ અમે ટોટલી કેમ્પ નું આયોજન કરી આપશુ અને તેમાં અમારા ટ્રસ્ટ નો સાથ સહકાર જોઈતો હોય તો અમારો સંપર્ક કરી શકો છો તેમ જયશ્રી બેન વાઘેલાએ જણાવ્યું હતું.

