કોન્ટ્રાકટરે રોડની કામગીરી અધુરી મૂકી, સતત ઊડતું ધૂળથી પરેશાન વેપારીઓએ કરી કમિશ્નર ને ફરિયાદ
મોરબી શહેરમાં દિવાળી પર્વ નજીક આવતા મનપા દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારમાં રોડ પર પેચવર્ક કામગીરી અને ડામર બુરવાની કામગીરી કરાવતા લોકોને રાહત મળીછે જોકે શહેરનો હજુ પણ એક રોડ એવો છે જે કોન્ટ્રાકટરની બેદરકારી અથવા કામ અધુરૂ મૂકી પૂરું બીલ મેળવી લેવાની વૃતિ ને કારણે દિવાળી સમયે મસ મોટા ખાડા અને ઉડતી ધૂળ જોવા મળી રહી છે અને આ વિસ્તાર એટલે મોરબીના સામાં કાઠે જૂની PPW પોસ્ટ ઓફીસથી નઝર બાગ રેલ્વે સ્ટેશનને જોડતો રોડ કોન્ટ્રાકટર મનપા દ્વારા નટરાજ ફાટકથી પોસ્ટ ઓફીસ સુધીના રોડનું પેચવર્ક કર્યું પણ આ વિસ્તારનું પેચ વર્ક અધૂરું મૂકી દેવાત ત્યાંથી પસાર થતા વાહન ચાલકોની સાથે સાથે દુકાનદારોની હાલત પણ દયનીય છે
આ રોડ પર આવેલી ખોડીયાર ચેમ્બર ના વેપારીઓએ મોરબી મનપાના કમિશ્નરને નબળા રોડ મુદે લેખિત રજૂઆત કરી હતી કે જે તે સમયે કોન્ટ્રાકટર દ્વારા કામગીરી અધુરી મૂકી દેતા આ વિસ્તારમાં સતત ધૂળ ઉડી રહી છે જેના કારણે ત્યાં ધંધો કરવો ખુબ મુશ્કેલ બની ગયો છે રોડ પર ક્યાંક મસમોટા ખાડા તો ક્યાંક કાંકરીઓ રોડ પર ઉડતી હોવાથી અકસ્માત સર્જાય છે જોઈ વહેલી તકે રોડ રીપેર કરવામાં નહી આવે તો રસ્તા રોકવાની ફરજ પડશે તેવી પણ ચીમકી વેપારીઓ દ્વારા આપવમાં આવી છે

