મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AS, AQ, AN, AM, AK તથા ફોર વ્હીલર માટે GJ36AR, AL, AP, AJ તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36X, GJ36V સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા:- 16/10/2025 થી શરૂ થનાર છે. તા.16/10/2025 થી તા. ૧8/10/2025 સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. 18/10/2025 થી તા. 20/10/2025 સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.20/10/2025ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.
બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી 2 દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

