Thursday, October 9, 2025
HomeGujaratદિવાળીના તહેવારોમાં સખી મંડળની બહેનોને રોજગારી આપવા મોરબીના એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડમાં સ્વદેશી...

દિવાળીના તહેવારોમાં સખી મંડળની બહેનોને રોજગારી આપવા મોરબીના એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળો યોજાશે

આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ સાથે મહિલાઓ આર્થિક રીતે સ્વાવલંબન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વદેશી મેળાનું દરેક જિલ્લામાં આયોજન થયું છે જેથી દિવાળીના પર્વમા સખી મંડળોની બહેનો દ્વારા બનાવેલી વસ્તુઓનું વેચાણ થઈ શકે.

મોરબીમાં તા.09 થી 20/10/2025 દરમિયાન સવારે 10 થી રાત્રીના 10 વાગ્યા દરમિયાન એલ.ઈ.કોલેજ ક્રિક્રેટ ગ્રાઉન ખાતે યોજાશે. સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન તા.9ના સાંજે 5 કલાકે પદાધિકારીઓ અને અધિકારીઓને ઉપસ્થિતિમાં થશે. આ સ્વદેશી મેળાના સુચારૂ આયોજન અંગેની એક બેઠક રેન બસેરા ખાતે મ્યુ.કમિશ્નર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ સ્વદેશી મેળામાં 60 જેટલા સ્ટોલ ઉભા કરાશે જેમા સખી મંડળની બહેનો દ્વારા દિવાળી નિમિત્તે બનાવાયેલા વિવિધ નાસ્તા પ્રાકૃતિક કૃષીના સ્ટોલ હસ્તકલાના સ્ટોલ દિવડા, તોરણ, ટોડલા, જેનરિક સ્ટોલ ઉપલબ્ધ હશે.આ બેઠકમાં નાયબ મ્યુ. કમિશ્નર સંજય સોની, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, જિલ્લા માહિતી અધિકારી પારૂલ આડેસરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,140SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page