હળવદમાં રાજોધરજી હાઈસ્કુલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હળવદ તાલુકા દ્વારા વિજયાદશમી ઉત્સવ તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર સ્વયંસેવકોનુ પથ સંચલન સાથે જાહેર કાર્યક્રમમા મોટી સંખ્યામાં સ્વયંસેવકો તેમજ નાગરીકો જોડાયા હતા તો સાથે જ વક્તાના ઉદ્બોધન દરમિયાન અચાનક જ વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ દ્રઢ નિશ્ચય અને સંકલ્પ સાથે સ્વયંસેવકો વક્તાને સાંભળ્યા હતાં.
1925માં વિજયા દશમીએ RSSની સ્થાપના કરવામાં આવી હતી. 2 ઓક્ટોબર 2025ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થયા છે અને આ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવવા માટે સંઘ દ્વારા આ વર્ષે વિજયાદશમી ઉત્સવ વિશેષ ભવ્યતા સાથે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે હળવદમા રાજોધરજી હાઇસ્કુલ ખાતે વિજયા દસમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદમા RSSના આ વિજયા દશમી ઉત્સવમાં શસ્ત્ર પૂજન ,પથ સંચલન તથા જાહેર કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયા દશમી ઉત્સવમાં અતિથિ વિશેષ મંત્રપ્રકાશ સ્વામીજી હરિકૃષ્ણ ધામ રણજીતગઢ, વક્તા તુકારામભાઈ અણદરીયા રહ્યાં હતાં તો સાથે વક્તાના ઉદ્બોધન દરમિયાન અચાનક વરસાદી માહોલ જામ્યો હતો. જોકે આ વરસાદી માહોલ પણ સ્વયંસેવકને ડગાવી શક્યો નહોતો અને સ્વયંસેવકોએ શિસ્ત બદ્ધ વક્તાને સાંભળ્યા બાદ જ કાર્યક્રમ પુર્ણ થયો હતો.

