વાંકાનેરના રાજસ્થળી ગામની સીમમાં રહેતા અને મૂળ યુપીના વતની અખીલેશ ચન્દ્રબલી યાદવ નામના યુવાને ગઈકાલના રોજ રાજસ્થળી ગામની સીમમાં આવેલ શ્રી હરી એન્ટરપ્રાઇજ સેન્ડ સ્ટોનના પ્લાન્ટની ઓરડીમાં કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.