મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચરી મોરબી દ્વારા ગત તા.07 ઓક્ટોબરના રોજ મોરબી ખાતે લગધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજમાં યુવા સશક્તિકરણ વ્યાખ્યાન મંથન યોજાયું હતું. આ કાર્યક્રમમાં 500 જેટલા યુવાઓ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, મોરબી પ્રાંત અધિકારી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, તજજ્ઞ તરીકે નીરવભાઈ માનશેતા તથા એલ ઇ કોલેજના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

