હળવદ પોલીસ દ્વારા દેશી અને અંગ્રેજી દારૂની હેરાફેરીને રોકવા માટે જુદી જુદી દિશામાં કાર્યરત હોય અને તે દરમિયાન હળવદ તાલુકાના સુખપર ગામની નર્મદા કેનાલ નજીક વાડીમાંથી એકટીવા મોટરસાયકલમાં અંગ્રેજી દારૂની ખેપ મારવા નીકળેલા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય અને તે દરમિયાન સુખપર ગામની નર્મદા કેનાલ નજીક આવેલ વાડીમાંથી નંબર વગરના એકટીવા મોટરસાયકલમાં અંગ્રેજી દારૂની હેરાફેરી કરી રહેલા ભાવસંગ અભેસંગ ગોહિલ અને યુવરાજભાઈ ભુપતભાઈ મકવાણા રહે બંને સુખપરવાળાને અંગ્રેજી દારૂના ચપલા 95 તેમજ 4 મોટી બોટલ કુલ રૂપિયા 13,900 તેમજ એકટીવા મોટરસાયકલ 30 હજારનું કુલ મળીને 43,900નો મુદ્દામાલ ઝડપી લઇ પોલીસે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.

