સ્ક્રેચ આર્ટ બનાવવામાં માહેર મહેન્દ્રનગરના યુવાન અલ્પેશ પટેલે અનેક મહાનુભાવ ના સ્ક્રેચ આર્ટ બનાવી કલા મા નિપુણતા મેળવી છે. અલ્પેશ પટેલને બાળપણથી સ્ક્રેચ એટલે ચિત્ર દોરવાની કલાની ભેટ મળેલી છે. નાનપણથી જ કોઈપણ વ્યક્તિનો આબેહૂબ સ્ક્રેચ બનાવવાનો અનહદ શોખ છે.આ અદભુત કલાથી તેમના હાથ અને મન એટલું એકાગ્ર થઈ જાય છે કે તેમને પણ ખબર રહેતી નથી એ રીતે તેમના હાથે આપોઆપ જ કોઈ વ્યક્તિનું સ્ક્રેચ તૈયાર થઈ જાય છે. તેમણે અત્યાર સુધી અનેક સ્ક્રેચ બનાવ્યા છે.
જેમાં અલ્પેશ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું આબેહૂબ તૈયાર કરીને તેમને ભેટ આપ્યું હતું.બાદમાં હમણાં જ સીરામીક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાનું સ્ક્રેચ બનાવી તેમની શુભેચ્છા મુલાકાત લઈને આ સ્ક્રેચ તેમને અર્પણ કર્યું હતું. જ્યારે મોરબી કલેકટર, એસપી, એલસીબી પીઆઇ, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પત્રકારો સહિતના વ્યક્તિ વિશેષના સ્ક્રેચ બનાવ્યા છે. તેમજ ખાસ લોકો માટે સંબંધો વધુ સુદ્રઢ બનાવવા એવા અદભુત ચિત્રો બનાવ્યા છે કે જે જોઈએ એ વ્યક્તિની કેમેરાથી તસ્વીર પાડી હોય એવું લાગે છે. આવા મુઠી ઉંચેરા કલાકાર પાસે કોઈને પણ સ્ક્રેચ બનાવવો હોય તો તેમને મો.9909596204 ઉપર સંપર્ક કરવો

