મોરબી માળીયા નેશનલ હાઈવે પર વધી રહેલા અક્સમાત અને તેમાં થતા મોતની ઘટના અટકવાનું નામ લઇ રહી નથી અવાર નવાર ટ્રકના હડફેટે ચઢી જતા બાઈક ચાલકોના મોત થઇ રહ્યા છે ત્યારે માળિયા મિયાણામાં વધુ એક ટ્રક ચાલકની બેદરકારી એક વ્યક્તિનો જીવ લીધો હતો મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના રાસંગપર ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે પર RJ-09-GC-5874 નંબરના ટ્રક ચાલકે તેનો ટ્રક પુરઝડપે અને બેદરકારી પૂર્વક રીવર્સ લેતા GJ-35-T-9066 નંબરના બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક બળવંતભાઈને શરીરે ગંભીર ઈજા પોહચતા તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે માળીયા પોલીસને જાણ થતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

