મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ વર્ષોથી તમામ સમાજની દીકરીઓ માટે રહેવાની સુવિધા સાથે શાળા અને કોલેજ ચલાવવામાં આવી રહી છે ઉપરાંત રાહત દરે દ્વારા મોરબીમાં અલગ અલગ શૈક્ષણિક,સામાજિક અને વિવિધ પ્રવુતિ ચલાવવામાં આવી રહી છે જેમાં જયારે પાટીદાર સમાજના યુવાનો મહિલા માટે ઉમા આદર્શ લગ્ન, કેન્દ્ર પાટીદાર સમાજના યુવાનો માટે કેરિયર એકેડમી બહેનો માટે બ્યુટી પાર્મલર ક્લાસ,ઇમ્પોર્ટ એક્સપોર્ટ ના ક્લાસ ઉપરાંત મેડીકલ સ્ટોર અને સારવાર કોમ્પ્યુટર ક્લાસ સહિતની પ્રવૃતિઓનો સમાવેશ થાય છે આ તમામ સંસ્થાનાસફળ સંચાલન બાદ હવે પાટીદાર જન સેવા કેન્દ્ર શરુ કરવા જઈ રહ્યું છે આં સેવા કેન્દ્રનું તા 7 ને રવિવારે રાત્રે 8 કલાકે સમાજના દાતા જયસુખ ઓધવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.અ જન સેવા કેન્દ્રમાં સરકારની લોકહિત,શૈક્ષણિક આરોગ્ય લગતી બાબત બન અનામત આયોગને લગતી વિવિધ યોજનાના ફોર્મ ભરવા સહિતની કામગીરી કરવામાં આવશે
આ કાર્યક્રમમાં પાટીદાર કેરિયર એકેડમીમાં અભ્યાસ કરી અલગ અલગ સ્થળે ફરજ બજવતા છાત્રોનું સન્માન, ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ ટ્રેનીંગ સેન્ટરની ત્રીજી બેચના તાલીમાર્થીને પ્રમાણપત્ર વિતરણ.બ્યુટી પાર્લર ટ્રેઈનીંગ ક્લાસની ચતુર્થ બેચને આવકાર તેમજ 75 વિધાર્થીઓ માટે બેઝીક કોમ્પ્યૂટર ક્લાસની પ્રથમ બેચને આવકારવા સહિતના કાર્યક્રમ યોજાશે

