17-18 વર્ષની દીકરીઓ ને પ્રેમજાળમાં ફસાવી બાદમાં કેટલાક તત્વો તેની સાથે પ્રેમ લગ્ન ના નામે ભગાડી જતા હોય છે અને બે ત્રણ વર્ષ બાદ તેને તરછોડી દેતા હોવાથી દીકરીઓની સ્થિતિ ન માતા પિતાના ઘરની કે ન પતિના ઘરની રહેતી હોય છે આવી દીકરીઓની જિંદગી બરબાદ થવાની ઘટના વધી રહી છે ત્યારે આવી ઘટના પર અંકુશ લાવવા પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર કરવાની માંગણી ઉઠી છે. આજે મહેસાણામાં શહેરમાં પ્રેમ લગ્ન નોંધણીના કાયદાઓમાં ફેરફારની માગ સાથે જન ક્રાંતિ મહારેલી નીકળી હતી. આ રેલીમાં મહેસાણા જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોના અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા.

અવસર પાર્ટી પ્લોટથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને રેલી કલેકટર કચેરીએ પહોચશે અને કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની માંગણી રજુ કરી સરકાર સમક્ષ આ મુદે કાયદો લાવવા અપીલ કરશે રેલીના આયોજકો દ્વારા પ્રેમલગ્નના કાયદામાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવા માટે સરકાર સમક્ષ માગણીઓ મૂકવામાં આવી છે. આયોજકોએ જણાવ્યું હતું કે આ રેલીનો ઉદ્દેશ સામાજિક મૂલ્યોનું રક્ષણ કરવાનો અને યુવાનોને જવાબદાર બનાવવાનો છે.
તાજેતરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દીકરીઓના લગ્નની ઉંમર 21 વર્ષ કરવા તેમજ કોઈ પણ લગ્નની નોંધણી કન્યાના કાયમી નિવાસસ્થાન ખાતે જ કરવાની મુખ્યમંત્રીને પત્ર લખી માગ કરી છે.

