હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે બંને ઇસમોને સત્વરે અટાકાયત કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી બંને ઇસમો અશ્વિન ચંદુભાઇ ખાંભડીયા અને કિશન બેચરભાઇ ખાંભડીયા રહે. બંને ગામ સુંદરગઢ તા.હળવદવાળાને પાસા એકટ તળે ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવ્યા.

