મોરબી તાલુકાના બગથળા ગામની વાડીમાં રહી મજુરી કામ કરતો મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રાયસિંગ પુરા ગામના ખાટીયા બર વિસ્તારના વતની અમરસિંગભાઇ ગોરધનભાઇ રાઠવા નામનો યુવાન ગઈકાલે બગથળા ગામ નજીક આવેલા પાસે ફુલકી નદીમા આવેલ ચેકડેમમા નાહવા પડ્યો હતો આ દરમિયાન અક્સમાતે ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા યુવક ડૂબી ગયો હતોં અને મોતને ભેટ્યો હતો જે બાદ તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે મૃતકની પત્ની કાંતાબેન અમરસિંગભાઇ રાઠવા ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં કરેલી જાણ આધારે પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

