HomeGujaratમહિલા સરપંચ સહીત ગુજરાતના ત્રણ સરપંચને નવી દિલ્હીના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ...

મહિલા સરપંચ સહીત ગુજરાતના ત્રણ સરપંચને નવી દિલ્હીના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ

કચ્છના ભીમાસર, ભરૂચના અખોડ અને નવસારીના સુલતાનપૂર ગામાના સરપંચો ગામને ” મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલ્પમેન્ટ ” અને ” ઓડીઓફ્ પ્લસ મોંડેલ વિલેજ “નો દરરજો મળ્યો હતો.

ગુજરાત એવું રાજ્ય છે જેની ઓળખ તેના વિકાસની ગતિ અને અન્યોને પ્રેરણા આપતા દૂરંદેશી વિઝનથી થાય છે આવા સુંદર ગુજરાત રાજ્યના ગામડાઓ પણ આજે વિકાસના પંથે તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. કચ્છ જિલ્લાના ભીમાસર, ભરૂચ જિલ્લાના અખોડ અને નવસારી જિલ્લના સુલતાનપુર જેવા આદર્શ ગામોના પ્રગતિશીલ સરપંચે પોતાના સકારાત્મક વિચારોથી ગામડામાં પણ શહેરો જેવી સુવિધા વિકસાવીને ગ્રામ વિકાસની નવી પરિભાષા ઘડી છે. આ ગામોની પ્રગતિ ફક્ત સરકારી યોજનાઓનો અમલ નથી, પરંતુ સરપંચો દ્વારા ગામને પોતાનું ઘર માનીને કરાયેલા પ્રયાસોનું એક ઉત્તમ ઉદાહરણ છે.

ગામના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહીને પોતના ગામને “મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ “નું સન્માન અપાવ્યું છે આ ત્રણેય ગામના સરપંચો ને 15મી ઑગસ્ટ -સ્વત્રંત્ર દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્ય્ક્ષ સ્થાને નવી દિલ્હી ખાતે આયોજિત ઉજવણી સમારોહમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાતના આ ત્રણ સરપંચો માં એક મહિલા સરપંચ પણ છે જેમને નારીશક્તિ ના દ્રઢ સંકલ્પ અને મહિલા સશસ્ક્તિકરણ શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પડયુ છે.

ભીમાસરના માહિલા સરપંચ : ગામના માતા બન્યા

કચ્છના ભીમાસર ગામના મહિલા સરપંચ ડાઈબેન હુંબલે પોતનાં ગામને માત્ર સ્વચ્છ જ નહીં, પણ સમૃદ્ધ બનાવવાનું સ્વપન સેવ્યું હતું. તેમાં નેતૃત્વ હેઠળ આજે ભીમાસર ગામના દરેક ઘરમાં શૌચાલય, વેસ્ટ નિકાલ માટે આખા ગામમાં સીવેજ વ્યવસ્થા, ડોર ટુ ડોર વેસ્ટ કૅલેક્સન સહિતની સુવિધાઓ ઉપલ્ધ થઇ છે. પરિણામે આજે ભીમાસર ગામ સ્વચ્છ ભારત મિશન હેઠલ ‘ઓડી એફ પ્લસ મોડેલ વિલેજ ” બન્યું છે. તેમને ગામમાં ગ્રીન કવર વધારવા “ગ્રીન ભીમાસર પ્રોજેક્ટ ” અમલમાં મૂકીને ગ્રામજનોને પરિવાર દીઠ 10 વૃક્ષોનું વાવેતર કરવાનું પણ આહવાન કર્યું હતું.

પરંતુ ડાઈબેન આટલામાં ક્યાં અટકવાના હતા ? તેંમને ગામની 200 એકર ગૌચર જમીન માં ‘વ્રજ ભૂમિ ફાર્મ ” બનાવીને તળાવના પાણીના ઉપયોગ થી તેમાં ગાયોને ચરવા માટે ઘાસ ઉગાડયું છે. આનાથી ગામના પશુઓને ઘાસ તો મળે જ છે, પણ ગામમાં જ લોકો ને રોજગારી પણ મળી રહી છે. આ જમીનમાં ભવિષ્યમાં દબાણ ન થઇ તે માટે ફરતી બાજુ 10,000 વૃક્ષોનું વાવેતર કરીને આર સી સી ના પિલર પણ ઉભા કરવામાં આવ્યા છે. ભીમાસર ગામમાં આજે જાહેર પુસ્તકાલય ‘પી.એચ.સી, પોસ્ટ ઓફિસ, બેંક, ગૌશાળા તેમજ પ્રાથમિક થી લઇ માધ્યમિક કક્ષા સુધીનીશાળા વ્યવસ્થા ઓ ઉપલબ્ધ છે . ડાઈબેનની ર્દીઘદૃષ્ટિ અને કુશળતાના પરિણામે ભીમાસર ગામને અત્યરે સુધીમાં કુલ 13 રાષ્ટ્રીય પુરસ્કારોનું ગૌરવ પ્રાપ્ત થયું છે.

સુલતાનપુરના સરપંચ : ગામના સમાજસેવક બન્યા

નવસારી જિલ્લાના સુલતાનપૂર ગામના સરપંચ શશીકાંતભાઈ પટેલે તેમના ગામને માત્ર સુવિધા સંપન્ન જ નહીં પરંતુ સામાજિક રીતે પણ સશક્ત બાનાવ્યું છે તેમને ગામના કોઈપણ ઘરમાં દીકરીનો જન્મ પાર પરિવારને રૂ 5,000 ની સહાય આપવાની પહેલ કરીને “બેટી બચાઓ ” અભિયાન ને વેગ આપ્યો છે આ ઉપરાંત ગામમાં ગ્રે વૉટર ( ડહોળા પાણી ) ના વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ કિચેન ગાડર્ન ધરાવતા લોકોને પણ ઈમાન આપિમે સન્માનિત કરવામાં આવ્યા છે. જેથી ગામના વધુ માં વધુ લોકો કીચે ગાડર્ન બનાવવા પ્રોત્સાહિત થાય.

અખોડાના સુકાની : પર્યાવરણ રક્ષક બન્યા

ભરૂચ જિલ્લાના અખોડ ગામના સરપંચ નરેન્દ્ર સિંહ સોલંકી ગામને સ્વછતા અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ટોચ પાર લાવ્યા છે. તેમનું સૌથી મોટું યોગદાન ગ્રે વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં છે, જે નેનો એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ સિસ્ટમ દ્વારા ચાલે છે . આ પ્લાન્ટ માત્ર પાણીની બચત જ નહીં ,પણ વીજળી અને માનવબળ ના ખર્ચ પણ ઘટાડો કરે છે પાણીની ટ્રીટમેન્ટ માત્ર ઔંષધીય વસ્તુઓને ઉપયોગ કરવામાં આવે છે અને શુદ્ધ કરાયેલા પાણી નો ખેતી માટે યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે.

ત્રણ ગામ,એક જ સંકલ્પ

આ ત્રણેય ગામોની સફળતા દર્શાવે છે કે, જયારે લોકો દ્વારા ચૂંટાયેલા સરપંચો સેવા અને સમર્પણના ભાવથી કામ કરે છે ત્યારે ગામના વિકાસને કોઈ રોકી શકતું નથી સ્વચ્છતા, જળ વ્યવસ્થાપન, શિક્ષણ, પર્યાવરણ અને સામાજિક સશક્તિકરણ- આ ત્રણેય ગામોએ દરેક સી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આ ગામો માત્ર ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે એક પ્રેરણાસ્ત્રોત છે , જે વિકસિત ભારત ના વિઝનને સાકાર કરવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે એટલા જ માટે આ ગામ માં દૂરંદેશી સરપંચોને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW