આગામી 16 ઓગસ્ટના રોજ દેશભરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે ઠેર ઠેર ભગવાન કૃષ્ણના જન્મોત્સવ ઉજવવા તૈયારીઓ થઇ ચુકી છે અને શહેર હોય કે ગામ ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમનું આયોજન થશે અને હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ ગુંજશે.
ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકા માં લક્ષ્મીવાસ ગામ ખાતે શ્રીકૃષ્ણા જન્મોત્સવની ધામ ધામ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. લક્ષ્મીવાસ યુવા સંગઠન ગ્રુપ દ્વારા ગામમાં ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા તા. 16-08-25 ને શનિવાર ના રોજ સવારે 8 :00 કલાકે શ્રી રામજી મંદિર થી નીકળી પ્લોટ વિસ્તાર સુધી જશે ત્યારબાદ બપોરે 11:00 કલાકે રામજી મંદિરે પાછી ફરશે ત્યારે 11:00 કલાક થી 12:00 કલાક સુધીં ગામ લોકો સામુહિક રાસ ગરબા રમશે અને બાદમ બપોરે 12:00 કલાકે મટકી ફોડનું કાર્યકમ યોજાશે. આ કાર્યક્રમ પધારવા સમસ્ત લક્ષ્મીવાસ ગ્રામજનોને લક્ષ્મી વાસ યુવા સંગઠન ગ્રુપ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે

