મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ દિવસથી શિકારી ટોળકી ત્રાટકતી હોવાની મોરબી વન વિભાગની ટીમને ફરિયાદ મળી હતી. જેના આધારે મોરબી રેન્જની વન વિભાગની ટીમના આરએફઓ જે.સી જાડેજા, બીટગાર્ડ કે કે કુનપરા, વનપાલ કે એમ જાંબુચા સહિતની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં તપાસ કરી રહ્યા હતા.
આ દરમિયાન ગતરાત્રિના બાતમી મળી હતી કે, આ શિકારી ટોળકી ખારચિયા ગામની સીમમાં શિકાર કરી રહી હોય જેના આધારે વન વિભાગની ટીમ પહોંચી હતી અને સ્થળ પરથી વિછીયા તાલુકાના કિશનભાઇ દેવીપુજક નામના શખ્સ ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી એક નીલગાયના અવશેષો મળી આવ્યા હતા. જેની પૂછપરછ કરતા આ શબ્દો દ્વારા છેલ્લા પાંચ દિવસથી શિકાર કરતા હતા અને તેઓની સાથે અન્ય છ થી સાત શખ્સ પણ હોવાનું શિકારી એ કબુલાત આપી હતી. વન વિભાગની ટીમે આરોપી પાસેથી એક બાઈક એક સેન્ટ્રો કાર મળી 90,000નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને આરોપીને વધુ તપાસ માટે જ્યુડિશિયલ કસ્ટડી હવાલે કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અન્ય આરોપીના નામ પણ છે અને તેઓને પણ પકડવા વન વિભાગની ટીમ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

