વાંકાનેર તાલુકાના અમરસર ગામમાં રહેતા ખેતી કામ કરતા હુસેનભાઇ અબ્દુલભાઇ ખોરજીયા નામના ખેડૂતે તેના ઘર નજીક શેડમાં ઘેટા બકરા બાંધીને રાખ્યા હતા જોકે રાત્રીના સમયે અજાણ્યા શખ્સ ત્યાં આવી પહોચ્યા હતા અને ઘરની દીવાલ કુદી શેડમાં બાંધેલા 6 બકરા અને 1 ઘેટાની ચોરી કરી લઇ ગયાહતા સવારે હુસેન ભાઈએ તપાસ કરતા તેમના ઘેટા બકરા હાજર ન મળતા તપાસ કરી હતી પરંતુ કોઈ પત્તો ન લાગતા તેના અને આસપાસના અન્ય લોકોના પશુ ધનની પણ ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે રૂ 11,500 નીં કિમતના ઘેટા બકરાની ચોરી થયા ની ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

