HomeGujaratમોરબીમાં ફેકટરીના લેબર કોલોનીમાં રહેતા શ્રમિકની 1 વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં...

મોરબીમાં ફેકટરીના લેબર કોલોનીમાં રહેતા શ્રમિકની 1 વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં પડી જતા મોતને ભેટી

મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં અવારનવાર નાની મોટી દુર્ઘટના બનતી હોય છે અને આ દુર્ઘટનામાં ક્યારેક નાના બાળકો તેનો શિકાર બની જતા હોય છે મોતને ભેટતા હોય છે ક્યારેક એવી ઘટના પણ બને છે કે પ્રથમ દ્રષ્ટીએ વિશ્વાસ પણ ન આવે અને સમગ્ર બનાવ શંકાસ્પદ હોય તેવો આભાસ થાય છે

મોરબીના રફાળેશ્વર ખાતે આવેલા ધરતી પ્લાસ્ટર નામની ફેકટરીના લેબર ક્વાર્ટરમાં  પણ ગત તા 25 ના સાંજે 4:45 વાગ્યાની આસપાસ ઘટના બની હતી જેમાં મોરબીના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહી મજુરી કામ કરતા અરવિંદભાઈ દલુભાઇ માંડલિયા નામના શ્રમિકની 1 વર્ષની દીકરી પાણીની ડોલમાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત થયું હતું બનાવ  બાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા જ્યાં ફરજ [પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી બનાવ અંગે પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW