HomeGujaratમોરબીના ઘુંટુ ગામ પાસે ગાડીમાં ક્રુરતાપૂર્વક 10 ઘેટાંઓને લઇ જનાર ત્રણ શખ્સો...

મોરબીના ઘુંટુ ગામ પાસે ગાડીમાં ક્રુરતાપૂર્વક 10 ઘેટાંઓને લઇ જનાર ત્રણ શખ્સો પકડાયા

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતા જયદીપભાઇ કીશોરભાઈ ડાવડાએ આરોપી નિશારઅહેમદ મહેમુદભાઇ ભટી, ઈનુશભાઇ સીંકદરભાઈ ભટી અને અકરમભાઇ દાઉદભાઇ ભટી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોરબીના ઘુંટુ ગામના સ્મશાન પાસે આરોપીઓએ પોતાની GJ-13-AX-2648 નંબરની કેરી ગાડીમાં ગેરકાયદેસર રીતે ઘાસચારો કે પાણીની સગવડ વગર ભરેલ ઘેટાં નંગ- 10 ક્રુરતાપૂર્વક ભરી લઈ જતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ઘેટાં છોડાવી આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW