મોરબી મનપા ફાયર વિભાગ દ્વારા તા.01 થી 07 જુલાઈ સુધીમાં 02 કોલેજમાં 463 વિઘાર્થીઓને અને બે સ્કૂલમાં 1130 બાળકો ખાતે ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પલેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરુરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. તેમજ મોરબી શહેરમાં બે જગ્યાએ આગ લાગવાના બનાવ બનેલ જેમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા ત્વરિત ઘટના સ્થળ પર પહોચીને ઈમરજ્ન્સી સેવા આપવામાં આવી હતી.
આમ આ ફાયર ટ્રેનીગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ લોકોને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજ્ન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાની કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ- 02822 230050 અને 101 પર સંપર્ક કરી શકો છો.

