માળીયા તાલુકામાં રહેતા એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહિ કરવા તેમજ હેરાન ન કરવાના બદલામાં માળીયા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ સીયાળ દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જો કે, અરજદાર ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી લાંચ અંગે સુરેન્દ્રનગર એસીબી ટીમને ફરિયાદ કરતા એસીબી ટીમે ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવતા કોન્સ્ટેબલ રાયમલભાઈએ લાંચની રકમ ગુલામરસુલ હૈદરભાઈ જામ નામના વ્યક્તિને આપવા જણાવતા એસીબી ટીમની હાજરીમાં આરોપી ગુલામરસુલ એક લાખની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. લાંચનું આ છટકું રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ સુરેન્દ્રનગર એસીબી પીઆઇ એમ.એમ.લાલીવાલા અને તેમની ગોઠવી સફળતા પૂર્વક ઓપરેશન કર્યું હતું.

