મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પીપળી ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. પીપળી ગામની સીમમાં શિવ પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી ભારતીબેન અમિતભાઈ ગોહિલના ભાડાના મકાનમાંથી વેચાણ કરવાના ઇરાદે રાખેલ વિદેશી દારૂની 44 બોટલો કુલ રૂ.-49,400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઇ તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.