HomeGujaratમોરબી મનપાના વહીવટી વિભાગના શાખા અધ્યક્ષનો વિદાય સમારોહ યોજાયો

મોરબી મનપાના વહીવટી વિભાગના શાખા અધ્યક્ષનો વિદાય સમારોહ યોજાયો

મોરબી મહાનગરપાલિકાના વહીવટી વિભાગના શાખા અધ્યક્ષ મહાવીરસિંહ જાડેજા તા.30 જૂનના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ ઈસ્ટ ઝોન કચેરી ખાતે મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ વિદાય સમારોહમાં ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, સંજયકુમાર સોની તથા તમામ વિભાગના શાખા અધ્યક્ષ અને સમગ્ર મહાનગરપાલિકા કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આશરે 36 વર્ષની સળંગ સેવા બાદ નિવૃત્ત થયેલા મહાવીરસિંહ જાડેજાની ફરજનિષ્ઠા અને આગવી સુઝથી કરેલી કામગીરીને સૌએ બિરદાવી હતી. આ તકે નિવૃત્ત થતાં કર્મચારીનો સમગ્ર પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. સાથે જ મેલેરિયા વિભાગના ગોરધનભાઈ લખમણભાઈ તથા વસંતબેન કાનજીભાઈ પણ નિવૃત્ત થતાં હોય તેઓનું પણ બહુમાન કરાયું હતું. તેમજ એકાઉન્ટ વિભાગના પ્રમોદભાઈ ભટ્ટાસણા તથા ફાયર વિભાગના HOD કશ્યપભાઈ પંચાલને પણ અન્ય જગ્યા પર રીલીવ ઓર્ડર અપાતા તેઓનું પણ વિદાય સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ બાદ મહાવીરસિંહ જાડેજા તરફથી ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW