વલસાડ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડર, લુંટ, ધાડ, બળાત્કાર, અપહરણ વગેરે જેવા ગંભીર તેમજ અન્ય ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી,પેરોલ ફર્લો સ્કોડ, એસ.ઓ.જી તેમજ જીલ્લાના પોલીસ સ્ટેશનો દ્રારા અંગત બાતમીદારોનો સંપર્ક કરી ટેકનીકલ ટીમની મદદ લઇ હ્યુમનસોર્સ આધારે આરોપીઓની વર્તમાન સમયની માહીતી મેળવી જૂન મહિનાની 1 થી 30 તારીખ સુધીમાં 30 આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વલસાડ જિલ્લાના એસપી કરણરાજ વાઘેલાની સુચના મુજબ વલસાડ જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડર, લુંટ, ધાડ, બળાત્કાર, અપહરણ વગેરે જેવા ગંભીર તેમજ અન્ય ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી,પેરોલ ફર્લો સ્કોડ,એસ.ઓ.જી તેમજ જીલ્લાના પોલીસ સ્ટેશનોની અલગ-અલગ ટીમો બનાવી તેમજ બાતમીદારોના આધારે ભારત દેશના અલગ-અલગ રાજયમાં કેમ્પ રાખી જે તે રાજય/જીલ્લા પોલીસ સાથે સંકલન કરી આરોપીના રહેણાંક વિસ્તારમાં સ્થાનિક તેમજ વેશપલ્ટો (મજુર પહેરવેશ) ધારણ કરી તા. 01/06/2025 થી તા. 30/06/2025 એક માસના સમયગાળા દરમિયાન વલસાડ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ અન્ય રાજયના જીલ્લામાં ગંભીર ગુનાઓમા લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ કુલ 30 આરોપીઓને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.